GSRTC દ્વારા બસ કંડકટરની ભરતી જાહેરાત/ કુલ જગ્યાઓ 4318
નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા બસ કંડકટર માટે સીધી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારો બસમાં કંડકટર બનવા માંગે છે તેમના માટે આ સોનેરી મોકો છે.
આ માટે અરજી કરવા માટેની સૂચનાઓ ધ્યાનથી વાંચવી. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ ની માહિતી નીચે મુજબ છે.
- - કક્ષાનું નામ: કંડકટર
- - પ્રથમ પાંચ વર્ષ પગાર: 26000-/
- - કુલ જગ્યાઓ: 4318
- - ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો: 06/06/26 થી 05/07/26
- - અરજી પત્રની ફી સ્વીકારવાનો સમય: 06/06/26 થી 07/07/26
જગ્યાઓ વિશેની માહિતી:
- - બિન અનામત સામાન્ય (પુરુષ) : 1562
- - બિન અનામત સામાન્ય (મહિલા) : 768
- - આર્થિક રીતે નબળો વર્ગ E.W.S (પુરુષ) : 308
- - આર્થિક રીતે નબળો વર્ગ E.W.S (મહિલા) : 151
- - બક્ષીપંચ (પુરુષ) - 565
- - બક્ષીપંચ (મહિલા) - 278
- - અનુસૂચિત જાતિ (પુરુષ)- 147
- - અનુસૂચિત જાતિ (મહિલા)- 71
- - અનુસૂચિત જનજાતિ (પુરુષ)- 314
- - અનુસૂચિત જનજાતિ (મહિલા)- 154
- - માજી સૈનિક - 431
- - દિવ્યાંગ - 90
કંડકટર કક્ષાને લગતી વિગતો:
- - વયમર્યાદા: 18 થી 35 વર્ષ (અનામત ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે.)
- - વિઝન: ચોખ્ખું વિઝન હોવું જોઈએ અને રંગ અંધત્વતા ધરાવતા હોવા જોઈએ નહીં.
- - લઘુત્તમ શૈક્ષિણક લાયકાત: ધોરણ 12 પાસ
- લાયસન્સ: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ વેલિડ કંડકટર લાયસન્સ તથા બેઝ ધરાવતા હોવા જોઈએ.
ભરતી પ્રક્રિયા ની વેઇટેજ ગણતરી: 100 , ગુણમાંથી
100 , ગુણમાંથી ઓ. એમ. આર. લેખિત પરીક્ષા
ઓ. એમ. આર પદ્ધતિથી લેખિત પરીક્ષા:
સામાન્ય જ્ઞાન /ગુજરાતનો ઈતિહાસ/ભૂગોળ/ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 12 કક્ષાનું- 20 ગુણ
રોડ સેફ્ટી - 10 ગુણ
ગુજરાતી ભાષા અને વ્યાકરણ ધોરણ 12 સુધીનું - 10 ગુણ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ - 10 ગુણ
રિઝનિંગ - 10 ગુણ
નિગમને લગતી માહિતી/ટિકિટ /લગેજ/ભાડાના ગાણિતિક પ્રશ્નો - 10 ગુણ
મોટર વ્હીકલ એક્ટના પ્રાથમિક જાણકારીના પ્રશ્નો/પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો/કન્ડક્ટરોની ફરજો - 10 ગુણ
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો - 10 ગુણ
વધુ માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો
