નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત પરિપત્ર, સંપૂર્ણ સાહિત્ય ડાઉનલોડ કરો

 નમસ્કાર મિત્રો, આજે આપણે નિપુણ ગુજરાત અભિયાન વિશે માહિતી મેળવીશું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન ને સમગ્ર શાળા શિક્ષણ વ્યવસ્થાનો પાયો માનવામાં આવ્યો છે. નિપુણ ભારત મિશન અંતર્ગત ગુજરાત રાજ્યના બાલવાટિકા અને ધોરણ 1 થી 5 સુધીના તમામ બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ક્ષમતાઓનો વિકાસ કરીને, ગુણવત્તાયુક્ત, સમાન, સમાવેશી અને પરિણામલક્ષી શાળા શિક્ષણ માટે મજબૂત પાયાનું નિર્માણ કરીને જીવન પર્યંત અધ્યયન માટે ગુજરાત રાજ્યમાં 2026 -2029 સુધી "નિપુણ ગુજરાત અભિયાન " શરૂ કરવામાં આવ્યું છે.

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત પરિપત્ર, સંપૂર્ણ સાહિત્ય ડાઉનલોડ કરો

Join Whats App Group for Latest Update 

નિપુણ ગુજરાત અભિયાનના હેતુઓ:

  1. ગુજરાત રાજ્યની તમામ બાલવાટિકા થી ધોરણ 5 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની ક્ષમતાઓ વિકસાવી અપેક્ષિત અધ્યયન પરિણામો પ્રાપ્ત કરવા.
  2. બાલવાટિકા થી ધોરણ 5 પ્રાથમિક શિક્ષણને સરળ, સાતત્યપૂર્ણ અને બાળ કેન્દ્રી શૈક્ષણિક સંક્રમણ કરી શાળા તૈયારીને મજબૂત બનાવવી.
  3. બાળકોમાં લેખન,વાંચન અને ભાષાકીય સજજતા સંખ્યાજ્ઞાન તાર્કિક વિચાર શક્તિ અને મૂળભૂત ક્ષમતાઓનો વિકાસ કરીને ક્ષમતાલક્ષી અધ્યનને પ્રોત્સાહન આપવું.
  4. સમાન, સમાવેશી, બાળમૈત્રીપૂર્ણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા શૈક્ષણિક અસમાનતા ઘટાડવી અને દરેક બાળકને શીખવાની સમાન તક ઉપલબ્ધ કરાવવી.
  5. સતત મૂલ્યાંકન, શૈક્ષણિક સહાય અને ઉપચારાત્મક શિક્ષણ દ્વારા બાળકોના અધ્યયન પરિણામોમાં સુધારો સુનિશ્ચિત કરવો.
  6. શિક્ષકો, મુખ્ય શિક્ષકો,CRC,BRC,BRP નિપુણ,Diet અને અન્ય શૈક્ષણિક સહાયકોની વ્યવસાયિક ક્ષમતાઓનો વૃદ્ધિ કરી FLN આધારિત અસરકારક શિક્ષણ સુનિશ્ચિત કરવું.
  7. ટેકનોલોજી આધારિત મોનીટરીંગ, ડેટા વિશ્લેષણ અને પુરાવા આધારિત આયોજન દ્વારા અભિયાનનું અસરકારક અમલીકરણ કરવું.
  8. માતા પિતા,SMC, તથા સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી દ્વારા બાળકો માટે સહાયક શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવું.
  9. બાળકોમાં જીવન પર્યંત અધ્યયન માટે જરૂરી મૂળભૂત જ્ઞાન , કૌશલ્યો અને મૂલ્યોનો વિકાસ કરીને મજબૂત શૈક્ષિણક પાયાનું નિર્માણ કરવું.
  10. રાજ્યથી શાળા સ્તર સુધી સ્પષ્ટ જવાબદારી, કામગીરી સૂચકો, સમયબદ્ધ સમીક્ષા અને અનુવર્તિ કાર્યવાહી દ્વારા પરિણામ લક્ષી અમલીકરણ સુનિશ્ચિત કરવું.

નિપુણતાના સ્તર અને ત્રી વર્ષીય અપેક્ષિત લક્ષ્યાંકો:

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત રાજ્યની તમામ બાલવાટિકા થી ધોરણ 5 સુધીના બાળકો માટે નીચે મુજબના નિપુણતાના સ્તર અને નિપુણ ક્ષમતાઓ આપી છે.

ક્રમ 

નિપુણતાની સ્થિતિ 

વિધાનોની ટકાવારી 

1.

ઉદયમાન બાળકો 

0 થી 30

2.

પ્રગતિશીલ બાળકો 

31 થી 79

3.

નિપુણ બાળકો 

80 કે તેથી વધુ 




લક્ષ્યાંકો 

નિપુણ ક્ષમતાઓ 

2026-27

2027-28

2028-29

પાયાની સાક્ષરતા 

70%

75%

80%

સંખ્યાજ્ઞાન 

65%

70%

75%


નિપુણ ગુજરાત અભિયાનનું સંસ્થાકીય ગવર્નન્સ અને અમલીકરણ માળખું:

નિપુણ ગુજરાત અભિયાન દરમિયાન સમગ્ર શિક્ષા,GCERT,DPE,DIET,DPEO,TPEO,BRC,CRC,BRP તથા શાળા કક્ષાની સંસ્થાઓ...

સામૂહિક ભાગીદારીના પ્રયાસો:

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત વાલીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સમુદાયની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે.

મારું બાળક - નિપુણ બાળક:

  • બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન ક્ષમતાઓના વિકાસ માટે માતાઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા "મારું બાળક - નિપુણ બાળક" અમલમાં મૂકવામાં આવશે.
  • SMC સાથે સંકળાયેલી 3 થી 5 "માતા જૂથ"બનાવવામાં આવશે.
  • માતાજૂથના સભ્યોને FLN સબંધિત જાગૃતિ, ગૃહ આધારિત શિક્ષણ, રમતા રમતા શીખવાની પ્રવૃત્તિ તથા ઘરેલું શૈક્ષણિક સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
  • માતા જૂથમાંથી એક સભ્યને "માતા લીડર"તરીકે નિયુક્ત કરવામાં આવશે.
  • માતા જૂથ દર પંદર દિવસે શાળા મુલાકાત કરી શિક્ષકો સાથે બાળકોની શૈક્ષણિક પ્રગતિ વિશે ચર્ચા કરશે.
  • ક્લસ્ટર તથા જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ માતા જૂથ દ્વારા ઉત્તમ કામગીરી કરનાર માતા જૂથોને સન્માનિત કરવામાં આવશે.

નિપુણ પખવાડિયું:

  • દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા નિપુણ પખવાડિયા નું આયોજન કરવામાં આવે છે.
  • પખવાડિયામાં વાર્તા વાંચન, કાવ્ય ગાન, પુસ્તકાલય મુલાકાત, પપેટ શૉ, કલા આધારિત પ્રવૃત્તિઓ, દેશી રમત, વાલી બાળક FLN ક્વિઝ વગેરે શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.

નિપુણ શાળા:

  • બાલવાટિકા થી ધોરણ 5 સુધીના તમામ બાળકો FLN મૂલ્યાંકનમાં 10 માંથી 8 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરે તેવી શાળાને નિપુણ શાળા તરીકે માન્યતા મેળવવા રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત પ્રક્રિયા મુજબ અરજી કરી શકશે.
  • અરજીઓની ચકાસણી અને મૂલ્યાંકન બાદ રાજ્ય સરકાર દ્વારા પાત્રતા ધરાવતી શાળાઓને નિપુણ શાળા તરીકે પસંદ કરવામાં આવશે.

નિપુણ ઉત્સવ:

  • FLN અંગે સામુદાયિક જાગૃતિ અને જનભાગીદારી વધારવા માટે જિલ્લા/તાલુકા/શાળા સ્તરે નિપુણ ઉત્સવનું આયોજન કરવામાં આવશે.
  • ઉત્સવ દરમિયાન વિધાર્થીઓની સિદ્ધિ, નવીન શિક્ષણ પદ્ધતિઓ TLM, વાંચન, લેખન અને સંખ્યાજ્ઞાન પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરવામાં આવશે.

વધુ માહિતી માટે ઑફિશિયલ પરિપત્ર ડાઉનલોડ કરો: Click Here 

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત સાહિત્ય ડાઉનલોડ કરો: Click Here 

નિપુણ ગુજરાત અભિયાન અંતર્ગત ઓનલાઈન એન્ટ્રી કરો: Click Here 

Post a Comment

Previous Post Next Post