સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરીક્ષા (CHSL), 2026
ભારત સરકાર કાર્મિક, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય કાર્મિક અને તાલીમ વિભાગ કર્મચારી પસંદગી આયોગ (SSC) દ્વારા CHSL ની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
ઓનલાઈન અરજીની મહત્વપૂર્ણ તારીખો :
- ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 07-09-2026
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 07-10-2026
- ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 08-10-2026
- અરજીમાં સુધારો કરવાની તારીખ: 14-10-2026 થી 16-10-2026
- અરજીની છેલ્લી તારીખનો સમય: રાત્રે 11:00 વાગ્યા સુધી
- Tier-I પરીક્ષા: તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
- Tier-II પરીક્ષા: તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.
- હેલ્પલાઈન નંબર: 18003093063 (ટોલ ફ્રી)
1. કઈ જગ્યાઓ માટે ભરતી? :
SSC દ્વારા વિવિધ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો, કચેરીઓ, બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ અને ટ્રિબ્યુનલ વગેરેમાં ગ્રુપ-Cની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
મુખ્ય જગ્યાઓ:
- લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC)
- જુનિયર સેક્રેટરિયટ આસિસ્ટન્ટ (JSA)
- ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
- ડેટા એન્ટ્રી ઓપરેટર, ગ્રેડ-A (DEO Grade-A)
2. પગાર ધોરણ :
પદ | પગાર સ્તર |
LDC/JSA | લેવલ-2: ₹19,900 થી ₹63,200 |
DEO | લેવલ-4: ₹25,500 થી ₹81,100 |
DEO | લેવલ-5: ₹29,200 થી ₹92,300 |
DEO Grade-A | લેવલ-4: ₹25,500 થી ₹81,100 |
3. કુલ જગ્યાઓ :
હાલની જાહેરાત મુજબ આશરે 2,536 જગ્યાઓ તાત્કાલિક ધોરણે દર્શાવવામાં આવી છે.
આ જગ્યાઓની અંતિમ સંખ્યા સંબંધિત વિભાગો પાસેથી મળતી માહિતી અને દસ્તાવેજોની ચકાસણી બાદ નક્કી કરવામાં આવશે. જગ્યાઓની અપડેટ માહિતી SSCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.
4. અનામત :
લાગુ પડતી જગ્યાઓ માટે નીચેની શ્રેણીઓ મુજબ સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર અનામત આપવામાં આવશે:
- અનુસૂચિત જાતિ (SC)
- અનુસૂચિત જનજાતિ (ST)
- અન્ય પછાત વર્ગ (OBC)
- આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
- ભૂતપૂર્વ સૈનિક (ESM)
- બેન્ચમાર્ક દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો (PwBD)
5. વયમર્યાદા :
વયની ગણતરીની મહત્વપૂર્ણ તારીખ: 01-08-2026
ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષ હોવી જોઈએ.
એટલે કે ઉમેદવારનો જન્મ:
02-08-1999 પહેલાંનો ન હોવો જોઈએ અને 01-08-2008 પછીનો ન હોવો જોઈએ.
વયમાં છૂટછાટ
- SC/ST: 5 વર્ષ
- OBC: 3 વર્ષ
- PwBD: 10 વર્ષ
- PwBD + OBC: 13 વર્ષ
- PwBD + SC/ST: 15 વર્ષ
- ભૂતપૂર્વ સૈનિક: નિયમ મુજબ
- અન્ય પાત્ર કેટેગરીઓને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.
6. શૈક્ષણિક લાયકાત :
LDC/JSA અને સામાન્ય DEO માટે :
ઉમેદવારે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
કેટલીક DEO જગ્યાઓ માટે :
ખાસ કરીને Ministry of Consumer Affairs, Food & Public Distribution, Staff Selection Commission અને Ministry of Culture હેઠળની સંબંધિત DEO/DEO Grade-A જગ્યાઓ માટે:
માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ 12 પાસ અને ગણિત વિષય હોવો જરૂરી છે.
ધોરણ 12ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો પણ અરજી કરી શકે છે, પરંતુ જરૂરી શૈક્ષણિક લાયકાત 07-10-2026 સુધીમાં મેળવેલી હોવી આવશ્યક છે.
7. અરજી કેવી રીતે કરવી? :
અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટે SSCની નવી સત્તાવાર વેબસાઇટ:
ઉમેદવાર My SSC મોબાઇલ એપ્લિકેશન મારફતે પણ અરજી કરી શકે છે.
નવી વેબસાઇટ પર One-Time Registration (OTR) કરાવવું જરૂરી છે. જૂની SSC વેબસાઇટ પર કરાવેલું OTR નવી વેબસાઇટ પર માન્ય રહેશે નહીં.
8. અરજી ફી :
અરજી ફી: ₹100/-
નીચેના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ છે:
- તમામ મહિલા ઉમેદવારો
- SC ઉમેદવારો
- ST ઉમેદવારો
- PwBD ઉમેદવારો
- અનામત માટે પાત્ર ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો
9. અરજીમાં સુધારો :
અરજીમાં સુધારો કરવાની વિન્ડો:
14-10-2026 થી 16-10-2026 સુધી :
- પ્રથમ વખત સુધારા માટે: ₹200
- બીજી વખત સુધારા માટે: ₹500
આ સુધારા ફી તમામ ઉમેદવારો માટે સમાન રહેશે.
10. પરીક્ષા પદ્ધતિ :
SSC CHSL 2026ની કમ્પ્યુટર આધારિત પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:
Tier-I
Tier-II
Tier-Iમાં
વિષય | પ્રશ્નો | કુલ ગુણ |
અંગ્રેજી ભાષા | 25 | 50 |
સામાન્ય બુદ્ધિમત્તા | 25 | 50 |
માત્રાત્મક અભિરુચિ | 25 | 50 |
સામાન્ય જાગૃતિ | 25 | 50 |
કુલ | 100 | 200 |
Tier-Iમાં ખોટા જવાબ માટે 0.50 ગુણની નકારાત્મક ગુણાંકન પદ્ધતિ રહેશે.
11. પરીક્ષા કેન્દ્રો :
ગુજરાત માટે SSCના પશ્ચિમ ક્ષેત્ર હેઠળ નીચેના પરીક્ષા કેન્દ્રો દર્શાવવામાં આવ્યા છે:
- અમદાવાદ — 7001
- ગાંધીનગર — 7012
- મહેસાણા — 7013
- રાજકોટ — 7006
- સુરત — 7007
- વડોદરા — 7002
ખાસ નોંધ
ઉમેદવારે પોતાની પસંદગીના ત્રણ પરીક્ષા કેન્દ્રો, પ્રાથમિકતાના ક્રમમાં, એક જ ક્ષેત્રમાંથી પસંદ કરવાના રહેશે.
વધુ માહિતી માટે નીચે આપેલ નોટિફિકેશન વાંચો
