બાળમેળો 2026-27 લેટેસ્ટ પરિપત્ર, આયોજન અને પ્રવૃત્તિઓની માહિતી ડાઉનલોડ કરો

 નમસ્કાર મિત્રો, આજે આપણે બાળમેળા અને લાઈફ સ્કીલ મેળા 2026-27માં આયોજન વિશે વાત કરીશું. વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યો વિકસે તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જેમાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8ના વિધાર્થીઓ માટે જીવન કૌશલ્યો આધારિત બાળમેળાનું આયોજન કરવાનું રહેશે. આ વિશે વિગતવાર માહિતી જોઈશું.

Balmelo 2026-27


Join Whats App Group for Latest Update 

બાળમેળાના મુખ્ય હેતુઓ:

  • વિધાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃત્તિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે.
  • વિધાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહી, સાહસિકતા વગેરેની ખીલવણી થાય.
  • વિધાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે.
  • વિધાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓ બહાર આવે.
  • વિધાર્થીઓમાં ચોકસાઈ અને ધીરજનો ગુણ વિકસે.

લાઈફ સ્કીલના મુખ્ય હેતુઓ:

  • વિધાર્થીઓ રોજિંદા જીવનના પડકારોને ઝીલવા તથા દૈનિક જીવનની કુશળતાપૂર્વક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે.
  • જીવન કૌશલ્યો થકી વિધાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી શકે છે.
  • વિધાર્થીઓનાં વ્યક્તિત્વને સર્વાંગી વિકાસ સાધી સુખમય અને શાંતિમય જીવન જીવી શકે છે.
  • વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત જીવન જીવવા તૈયાર થાય.
  • પોતાના રોજિંદા જીવનમાં નાના મોટા પ્રશ્નો હલ કરવાથી સ્વાવલંબી બને.
  • શાળા અને સમાજ વચ્ચેનો સંબંધ વધુ વિકસે.

બાળ મેળા અને લાઈફ સ્કીલ ની મહત્વની તારીખો:

  • ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાની તારીખ: 07-08-2026
  • ધોરણ 6 થી 8ના વિધાર્થીઓ માટે લાઈફ સ્કીલ મેળા ની તારીખ: 08-08-2026

બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન:

ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળા, નગર/મહાનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા,આશ્રમશાળાઓ, કે. જી. બી. વી , મોડલ સ્કૂલ.

શાળાના વિધાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય અને આનંદદાયી તથા પ્રવૃત્તિલક્ષી મેળવે તેવું આયોજન કરવું.

બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાની પ્રવૃત્તિ પૂર્વે શિક્ષકે જે તે પ્રવૃત્તિનું નિદર્શન કરાવવાનું રહશે.

જુદી જુદી પ્રવૃત્તિમાં શાળાના દરેક બાળકો ભાગ લે તે રીતે ગ્રુપમાં રોટેશન મુજબ આયોજન કરવું.

ટોક શૉ ના સૂચિત વિષયો:

ક્રમ 

સૂચિત વિષયો 

1

મારા સપનાનું ભારત 

2

મારી શાળા મારા વિચારો 

3

પર્યાવરણ બચાવો દેશ બચાવો 

4

મારી સામાજિક ફરજ 

5

સ્વાસ્થ્ય અને સુખાકારી 

6

ટ્રાફિક અવેરનેશ 

7

પોષણયુક્ત ખોરાકનો સ્વીકાર 

8

મારી સલામતી સૌની સલામતી 

9

આપણો સાંસ્કૃતિક વારસો 

10

આપણા ઉત્સવો 

11

એક ભારત શ્રેષ્ઠ ભારત 

12

મારું કૌશલ્ય - મારું ભવિષ્ય 

13

ઇન્ટરનેટ અને ટેકનોલોજી - આશીર્વાદ કે અભિશાપ 

બાળમેળા અને લાઈફ સ્કીલ ની પ્રવૃત્તિઓ નીચે આપેલ છે. એના સિવાયની પ્રવૃત્તિઓ પણ કરાવી શકો છો.

બાળમેળા માટેની સૂચિત પ્રવૃત્તિઓ:

કક્ષા 

ધોરણ 

બાળમેળા પ્રવૃત્તિઓ 

પ્રાથમિક કક્ષા 

1 થી 5 

બાળવાર્તા, બાળવાર્તા આધારિત નાટક, માટીકામ, છાપકામ, કાતર કામ, ચીટકકામ, ચિત્રકામ, ગડીકામ, રંગપૂરણી, કાગળકામ, બાળરમતો, એક મિનિટ, પઝલ્સ, હાસ્ય દરબાર, ગીત સંગીત અભિનય, પપેટ શો, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, વિજ્ઞાનના સાદા પ્રયોગો, વેશભૂષા વગેરે.


લાઈફ સ્કીલ મેળા માટેની સૂચિત પ્રવૃત્તિઓ:

કક્ષા 

ધોરણ 

લાઈફ સ્કીલ મેળાની પ્રવૃત્તિઓ 

ઉચ્ચ પ્રાથમિક કક્ષા 

6 થી 8

  • ફ્યુઝ બાંધવો 

  • સ્ક્રુ લગાડવો 

  • કુકર બંધ કરવું 

  • ખીલી લગાડવી 

  • ટાયરનું પંચર રિપેર કરવું 

  • શરીરની સ્વચ્છતા 

  • વ્યસનથી થતા નુકસાનની સમજ 

  • હાથ ઉપર મહેંદી લગાડવી 

  • વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું 

  • રંગોળી બનાવવી 

  • ધ્વજ વંદન પ્રવિધિનો સ્ટોલ 

  • આનંદ મેળા 

  • વસ્તુ સામગ્રી વેચાણ સ્ટોલ 

  • બાળકોના વજન/ઊંચાઈ માપવી 

  •  મેદાન ના માપ દોરવા 

બાળમેળા અને લાઈફ સ્કીલ યોજવા માટેની ગ્રાન્ટ ફાળવણી પત્રક:

ક્રમ 

વિધાર્થીની સંખ્યા 

શાળા દીઠ પ્રત્યેક શાળાને રૂ.500

વિધાર્થીની સંખ્યા મુજબ શાળા દીઠ રકમ 

કુલ રકમ 

1

1 થી 200 

500

700

1200

2

201 થી 400

500

1200

1700

3

401 થી 600

500

1700

2200

4

601 થી 800

500

2200

2700

5

801 થી 1000

500

2700

3200

6

1000 થી 1200

500

3200

3700

7

1200 થી વધુ 

500

3700

4200

Join Whats App Channel for Latest Update 

બાળમેળા 2026-27 નો પરિપત્ર ડાઉનલોડ કરો: Click Here 


ઉપસંહાર: બાળમેળા 2026-27 પરિપત્ર એ દરેક શાળાના શિક્ષકોને મદદ રૂપ થશે. આ માહિતી મુજબ બાળમેળાનું આયોજન કરવામાં ઉપયોગી થશે. દરેક શાળા સુધી આ પરિપત્ર પહોંચાડો.

Post a Comment

Previous Post Next Post