NMMS EXAM NOTIFICATION 2026-27/નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના – 2026-27 જાહેરનામું

 NMMS EXAM NOTIFICATION 2026-27/નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના – 2026-27 જાહેરનામું

NMMS EXAM NOTIFICATION 2026-27/નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ યોજના – 2026-27 જાહેરનામું


ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડી તેઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ સતત મેળવી શકે અને તેમનો શાળા છોડી જવાનો દર ઘટે તે હેતુથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ મીન્સ કમ મેરીટ શિષ્યવૃત્તિ યોજના (NMMS) અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ધોરણ-૮માં અભ્યાસ કરતા પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓની પસંદગી માટે શિષ્યવૃત્તિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ગુજરાત રાજ્યમાં આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવનાર છે.

આથી, નિયત લાયકાત અને શરતો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં ઓનલાઇન અરજી કરી પરીક્ષાનો લાભ લેવા જણાવવામાં આવે છે. પરીક્ષા સંબંધિત લાયકાત, અરજી કરવાની રીત, પરીક્ષા ફી, પરીક્ષાનો કાર્યક્રમ તથા અન્ય જરૂરી સૂચનાઓ નીચે મુજબ છે.

પરીક્ષાનો કાર્યક્રમ :

ક્રમ

વિગત

તારીખ

1

જાહેરનામું બહાર પાડ્યાની તારીખ

12/10/2026

2

ઓનલાઇન આવેદનપત્ર ભરવાનો સમયગાળો

15/10/2026 થી 24/10/2026

3

પરીક્ષા ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો

15/10/2026 થી 26/10/2026

4

પરીક્ષાની સંભવિત તારીખ





05/12/2026

Join Whats App Group for Latest Update 

વિદ્યાર્થીની લાયકાત :

  • ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૮માં સરકારી પ્રાથમિક શાળાઓ, સ્થાનિક સ્વરાજ્યની શાળાઓ (જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અથવા નગરપાલિકા) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
  • સામાન્ય અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૫% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ.
  • SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ-૭માં ઓછામાં ઓછા ૫૦% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ.

આ પરીક્ષા માટે અરજી કરી શકશે નહીં:

  • ખાનગી/સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા રહેવા, જમવા અને અભ્યાસની સુવિધા પૂરી પાડતી સરકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ.
  • આવક મર્યાદા, જાતિ પ્રમાણપત્ર અને આધારકાર્ડ
  • વિદ્યાર્થીના વાલીની વાર્ષિક આવક રૂ. 3,50,000થી વધુ ન હોવી જોઈએ.
  • આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ ઓનલાઇન અપલોડ કરવાની રહેશે.
  • આવકનો દાખલો નીચેના અધિકારીઓમાંથી કોઈ એકનો માન્ય રહેશે:

  1. મામલતદારશ્રી
  2. તાલુકા વિકાસ અધિકારીશ્રી
  3. તલાટી કમ મંત્રીશ્રી
  4. ચીફ ઓફિસરશ્રી

  • જાતિ અંગેનું પ્રમાણપત્ર મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અથવા શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ બોનાફાઇડ પ્રમાણપત્ર (જાવક નંબર અને ફોટા સાથે) હોઈ શકે છે. તેમાં વિદ્યાર્થીની પેટા જાતિનો ઉલ્લેખ જરૂરી છે.
  • વિદ્યાર્થી નિયત આવક મર્યાદા અને જાતિની કેટેગરીમાં આવે છે તેની ચકાસણી શાળાના આચાર્યશ્રીએ કરવાની રહેશે.
  • NSP પર શિષ્યવૃત્તિ માટે રજિસ્ટ્રેશન વખતે સરકાર દ્વારા અધિકૃત સક્ષમ અધિકારીનું આવક અને જાતિ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત રહેશે.
  • વિદ્યાર્થીનું નામ આધારકાર્ડ મુજબ જ ભરવાનું રહેશે. આધારકાર્ડની આગળ અને પાછળની બાજુની નકલ અપલોડ કરવાની રહેશે.

પરીક્ષા ફી :

  • સામાન્ય (General), EWS અને OBC કેટેગરી: રૂ. 90/-
  • PH, SC અને ST કેટેગરી: રૂ. ૫૦/-
  • સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે.
  • કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત કરવામાં આવશે નહીં.
  • ફી ભરવાની રીત: Credit Card, ATM/Debit Card, Net Banking, UPI અથવા Wallet દ્વારા ઓનલાઇન ફી ભરી શકાશે.
  • ફી ભર્યા પછી E-Receipt મેળવવી અને તેનું સ્ટેટસ તપાસવું. “Transaction Unsuccessful” લખેલું હોય તો ફી ભરાઈ ગઈ હોવાનું માનવું નહીં. ફી કપાયા પછી ૨૪ કલાકમાં E-Receipt ન મળે તો રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇમેઇલ દ્વારા સંપર્ક કરવો.

પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ :

કસોટી

પ્રશ્નો

ગુણ

સમય

  • MAT – બૌદ્ધિક યોગ્યતા કસોટી

  • ૯૦

  • ૯૦

  • ૯૦ મિનિટ

  • SAT – શૈક્ષણિક યોગ્યતા કસોટી

૯૦

૯૦

૯૦ મિનિટ

NEP-2020 મુજબ પ્રશ્નો Competency Based રહેશે.

અભ્યાસક્રમ :

MAT – બૌદ્ધિક યોગ્યતા કસોટી :

કુલ ૯૦ શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક પ્રશ્નો. તેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થશે:

  • સામ્યતા (Analogy)
  • વર્ગીકરણ (Classification)
  • સંખ્યાત્મક શ્રેણી (Numerical Series)
  • પેટર્નની ઓળખ (Pattern Perception)
  • છુપાયેલી આકૃતિ (Hidden Figure) વગેરે.

SAT – શૈક્ષણિક યોગ્યતા કસોટી :

  • કુલ ૯૦ પ્રશ્નો. તેમાં ધોરણ-૭ અને ધોરણ-૮ના ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોનો સમાવેશ થશે.
  • ધોરણ-૭: ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ.
  • ધોરણ-૮: ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનો અભ્યાસક્રમ.

ક્વોલિફાઇંગ ગુણ :

  • General અને OBC કેટેગરી: બંને વિભાગમાં કુલ મળીને 40% ગુણ.
  • SC અને ST કેટેગરી: બંને વિભાગમાં કુલ મળીને 32% ગુણ.
  • માત્ર ક્વોલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી જિલ્લાવાર અને કેટેગરીવાર નિયત ક્વોટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર બનશે.

PH કેટેગરીનું વર્ગીકરણ :

  • Blindness and Low Vision (BLV)
  • Deaf and Hard of Hearing (DH)
  • Locomotor Disability સહિત Cerebral Palsy, Leprosy Cured, Dwarfism, Acid Attack Victims અને Muscular Dystrophy (LD)
  • Autism, Intellectual Disabilities, Specific Learning Disability અને Mental Illness (AID)
  • ઉપરોક્ત કેટેગરીઓમાંથી એકથી વધુ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ, જેમાં Deaf-Blindnessનો પણ સમાવેશ થાય છે (MD).

કસોટીનું માળખું :

  • પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે.
  • પરીક્ષા બહુવિકલ્પી પ્રશ્નો (Multiple Choice Questions – MCQ) આધારિત રહેશે.
  • દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
  • નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.
  • લેખક (લહિયો) સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને 60 મિનિટનો વધારાનો સમય મળવાપાત્ર રહેશે.

ઓનલાઇન અરજી કરવાની રીત :

  • અરજી માત્ર www.sebexam.org વેબસાઇટ પર સ્વીકારવામાં આવશે.
  • અરજીનો સમયગાળો: 15/10/2026 બપોરે 3:00 વાગ્યાથી 24/10/2026 રાત્રે 11:59 વાગ્યા સુધી.

અરજી કરવા માટેના સ્ટેપ્સ:

  • www.sebexam.org વેબસાઇટ ખોલો.
  • “Apply Online” પર ક્લિક કરો.
  • “National Means-cum-Merit Scholarship Scheme (STD-8)” સામે “Apply Now” પર ક્લિક કરો.
  • અરજીપત્રકમાં માંગેલી તમામ વિગતો ભરો. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • વિદ્યાર્થીનું નામ આધારકાર્ડ મુજબ જ લખો અને આધાર નંબર દાખલ કરો. આધારકાર્ડની આગળ-પાછળની નકલ અપલોડ કરો. અન્ય વિગતો U-DISE નંબરના આધારે ભરો.
  • શાળાની વિગતો માટે શાળાનો DISE Number દાખલ કરો. જૂની શાળાની વિગતો દેખાય તો જરૂરી સુધારો કરો.
  • “Submit” પર ક્લિક કરો. ત્યારબાદ Application Number જનરેટ થશે. તેને સાચવી રાખો.
  • SC, ST અને PH કેટેગરીના ઉમેદવારોએ લાગુ પડતા પ્રમાણપત્રના નંબર, તારીખ તથા આવક અને જાતિના પ્રમાણપત્રોની નકલ અપલોડ કરવી.
  • “Upload Photo-Signature” પર ક્લિક કરો. Application Number અને જન્મતારીખ દાખલ કરીને Submit કરો.
  • ફોટો અને સહી JPG ફોર્મેટમાં, ૧૫ KBથી વધુ ન હોય તે રીતે અપલોડ કરો. જરૂરી ફાઇલો પસંદ કરીને Upload કરો.
  • “Confirm Application” પર ક્લિક કરો. Application Number અને જન્મતારીખ દાખલ કરીને અરજી કન્ફર્મ કરો.
  • “Print Application & Fee Challan” પર ક્લિક કરીને Confirmation Number અને જન્મતારીખ દાખલ કરો. અરજીની પ્રિન્ટ કાઢો.
  • ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા પરીક્ષા ફી ભરો. અરજી કન્ફર્મ કર્યા બાદ અને ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

જરૂરી આધારો / પ્રમાણપત્રો :

  • ઓનલાઇન ભરેલા આવેદનપત્રની પ્રિન્ટ સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે:
  • ફી ભર્યાનું ચલણ (માત્ર SEB કોપી).
  • વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ.
  • વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ.
  • ધોરણ-૭ની માર્કશીટ અથવા સમકક્ષ પુરાવો.
  • જાતિ પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો).
  • વિકલાંગતા અંગેના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (લાગુ પડતું હોય તો).

શાળાએ કરવાની કાર્યવાહી :

  • વિદ્યાર્થીઓના પરીક્ષા આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત શાળાની રહેશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.
  • ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષથી NSP પર આધારકાર્ડ મુજબ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હોવાથી શાળાના U-DISE રેકોર્ડ અને આધારકાર્ડમાં વિદ્યાર્થીના નામમાં તફાવત ન હોય તેની કાળજીપૂર્વક ચકાસણી કરીને જ ફોર્મ ભરવું.

પરીક્ષા કેન્દ્ર :

લગભગ 300 વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે. તેનાથી ઓછા વિદ્યાર્થીઓ હોય તો નજીકના તાલુકામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે.

અગત્યની સૂચનાઓ :

  • અરજીમાં નામ, અટક, જન્મતારીખ, જાતિ અને અન્ય વિગતો આધારકાર્ડ મુજબ જ ભરવી.
  • આધારકાર્ડની આગળ અને પાછળની બાજુ સ્પષ્ટ દેખાય તેવી PDF/JPG ફાઇલ અપલોડ કરવી.
  • આ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહીં.
  • SC, ST અને PH કેટેગરીના વિદ્યાર્થીઓએ જરૂરી પ્રમાણપત્રો અને આવકનો દાખલો વેબસાઇટ પર અપલોડ કરવો.
  • અપલોડ કરેલા પ્રમાણપત્રો અને આવકના દાખલાની જવાબદારી સંબંધિત વિદ્યાર્થી/વાલીની રહેશે.
  • આધારકાર્ડ અથવા U-DISE નંબર નાખતી વખતે વિદ્યાર્થીનું નામ ન દેખાય તો શાળાના આચાર્યનો સંપર્ક કરવો અને જરૂરી વિગતો મેળવી સુધારો કરવો.
  • અરજીપત્રક ભરવામાં મુશ્કેલી પડે તો વેબસાઇટ પર આપેલા સંપર્ક નંબર પર સંપર્ક કરવો.

Click Here To Download Notification

Click Here To Apply 

Post a Comment

Previous Post Next Post