Namo Lakshmi Yojana

 નમો લક્ષ્મી યોજના

નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યની આર્થિક નબળા વર્ગની વિધાર્થીનીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (ધોરણ 9 થી 12) પૂરું કરવા માટે પ્રોત્સાહિત અને ડ્રોપ આઉટ દર ઘટાડવા માટે છે.

Join Whats App Channel: Click Here 

Namo Lakshmi Yojana


નમો લક્ષ્મી યોજનાની મુખ્ય વિશેષતાઓ:

- આ યોજનામાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે? :

ધોરણ 9 થી 12 સુધી કુલ 4 વર્ષોમાં વિધાર્થીઓને 50,000/ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

- શિષ્યવૃત્તિ લેવા માટેની પાત્રતા:

જે વિધાર્થી આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે ગુજરાતની કોઈ પણ સરકારી, અર્ધ સરકારી અથવા ખાનગી શાળામાં અભ્યાસ કરતી હોવી જોઈએ.

આ યોજનાનો લાભ લેવા માટે તેના પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ કે તેનાથી ઓછી હોવી જોઈએ.

- યોજનાની વહેચણી પ્રક્રિયા:

  • ધોરણ 9 માં - 500 રૂપિયા પ્રતિ માસ (10 મહિના સુધી કુલ રૂપિયા 5000 )
  • ધોરણ 10 માં - 500 રૂપિયા પ્રતિ માસ (10 મહિના સુધી કુલ રૂપિયા 5000 )
  • ધોરણ 10 પાસ કરે એટલે રૂપિયા 10000 એક સાથે મળે છે.
  • ધોરણ 11 માં - 750 રૂપિયા પ્રતિ માસ (10 મહિના સુધી કુલ રૂપિયા 7500 )
  • ધોરણ 12 માં - 750 રૂપિયા પ્રતિ માસ (10 મહિના સુધી કુલ રૂપિયા 7500 )
  • ધોરણ 12 પાસ કરે એટલે રૂપિયા 15000 એક સાથે મળે છે.

યોજના માટે જરૂરી દસ્તાવેજો:

  • આધારકાર્ડ ( વિધાર્થીનીનું તથા માતાનું)
  • બેંકમાં માતાનું એકાઉન્ટ (આધાર કાર્ડ સાથે લિંક હોવું જોઈએ)
  • છેલ્લા ધોરણની માર્કશીટ
  • લિવિંગ સર્ટિ
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ સાઈઝ ફોટો

અરજી કઈ રીતે કરવી?

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાલય ના આચાર્યનો સંપર્ક કરવો.
  • વિધાર્થીનીઓને શિષ્યવૃત્તિ નમો લક્ષ્મી પેમેન્ટ પોર્ટલ દ્વારા આપવામાં આવશે..

Post a Comment

Previous Post Next Post