દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2026 (Full Details): પાત્રતાના માપદંડ અને લાભ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

 નમસ્કાર મિત્રો, આજે આપણે દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે માહિતી મેળવીશું. ગુજરાત સરકારની લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરનાર બિન દિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય પૂરી પાડે છે.

દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2026 (Full Details): પાત્રતાના માપદંડ અને લાભ લેવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત


દિવ્યાંગ વ્યક્તિઓ સમાજનું એક અભિન્ન અંગ છે. દિવ્યાંગ વ્યક્તિઓ સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને સન્માનજનક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના બનાવવામાં આવી છે. આ યોજના વિશે વિગતવાર માહિતી નીચે મુજબ છે.

આ યોજનાનો મુખ્ય હેતુ:

  • દિવ્યાંગ વ્યક્તિઓને સમાજમાં સમાન દરજ્જો અપાવવો.
  • દિવ્યાંગ વ્યક્તિઓના લગ્ન જીવનને આર્થિક મદદ કરવી.
  • દિવ્યાંગ વ્યક્તિ સાથે દિવ્યાંગ ન હોય તેવો વ્યક્તિ લગ્ન કરવા પ્રોત્સાહિત થાય તેવો આ યોજનાનો હેતુ છે.

આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય:

  • દિવ્યાંગ છોકરો દિવ્યાંગ છોકરી સાથે લગ્ન કરે ત્યારે દંપતી દીઠ રૂપિયા 75000/- + રૂપિયા 75000/- એમ કુલ મળીને રૂપિયા 1,50,000/- મળવા પાત્ર થશે.
  • જ્યારે દિવ્યાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરે ત્યારે દિવ્યાંગ વ્યક્તિને રૂપિયા 75000/- મળવા માટે થશે.
  • આ યોજનામાં બેંક ખાતા દ્વારા (સીધી DBT) મળવાપાત્ર થાય છે.

યોજનાનો પાત્રતા:

  • આ યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગ ઉમેદવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • લગ્ન કરનાર પુરુષ અથવા સ્ત્રી બંનેમાંથી એક દિવ્યાંગ હોવું જોઈએ.
  • દિવ્યાંગ ઉમેદવાર 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી હોવી જોઈએ.
  • દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ પ્રથમ લગ્ન વખતે જ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના હેઠળ ઉમેદવાર બે વર્ષની અંદર અરજી કરી શકશે.

આ યોજના હેઠળ દિવ્યાંગતાની ટકાવારી:

ક્રમ 

દિવ્યાંગતા 

દિવ્યાંગતાની ટકાવારી 

1

અંધત્વ , ઓછી દ્રષ્ટી, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, રક્તપિત-સાજા થયેલ , એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા , સેરેબલપાલ્સી, વામનતા, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ

40 ટકા કે તેથી વધુ

2

સાંભળવાની ક્ષતિ

71 થી 100 ટકા 

3

ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ, સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ, ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા , બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, દીર્ધ કાલીન અનેમિયા, માનસિક બિમાર, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટીપલ ડિસેબીલીટીઝ

50 ટકા કે તેથી વધુ

જરૂરી દસ્તાવેજો (ડોક્યુમેન્ટ):

  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ

  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)

  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર

  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર

  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ

  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા

  • લગ્ન કંકોત્રી

  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક

  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા:

  • સૌ પ્રથમ ઈ - સમાજની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • જો નવા યૂઝર હોય તો 'New Registration ' પર ક્લિક કરો.
  • Official Website: https://esamajkalyan.gujarat.gov.in
  • જો તમે પહેલથી રજીસ્ટ્રેશન કરેલ હોય તો login પર ક્લિક કરો.
  • Login કર્યા બાદ 'લગ્ન સહાય યોજના ' પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ફોર્મ ખુલશે, આ ફોર્મની અંદર માંગેલ તમામ માહિતી સાચી ભરો.
  • ફોર્મની અંદર ઉપર બતાવેલ ડોક્યુમેન્ટ ઓરિજનલ સ્કેન કરીને અપલોડ કરો.
  • છેલ્લે ફોર્મ સબમિટ કરો... અને તેની પ્રિન્ટ કરી સાચવી રાખો.

મહત્વની લિંક: 

ઉપસંહાર: આ યોજના એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારી આસપાસ અથવા કોઈ ઓળખાણ હોય તેવા દિવ્યાંગ લોકો ને આ માહિતી જરૂરથી શેર કરો, જેથી તેમને કામ લાગી શકે.

Post a Comment

Previous Post Next Post