નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
નમસ્કાર મિત્રો, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ યોજના છે. જેનો ઉદેશ્ય ધોરણ 10 પાસ કરીને વિધાર્થીઓને ધોરણ 11 અને 12 માં વિજ્ઞાન (Science) લેવા પ્રોત્સાહિત કરવા માટે આ યોજના છે.
Join Whats App Channel: Click Here
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભો:
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિધાર્થીઓને રૂપિયા 25000 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
શિષ્યવૃત્તિ વહેચણી પ્રક્રિયા:
- ધોરણ 11માં દર મહિને રૂપિયા 1000 (10 મહિના સુધી) એમ કુલ રૂપિયા 10000 આપવામાં આવે છે.
- ધોરણ 12માં દર મહિને રૂપિયા 1000 (10 મહિના સુધી) એમ કુલ રૂપિયા 10000 આપવામાં આવે છે.
- ધોરણ 12 સફળતાપૂર્વક પાસ કર્યા બાદ રૂપિયા 5000 આપવામાં આવે છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટેની પાત્રતા:
- શૈક્ષિણક યોગ્યતા: ધોરણ 10માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ.
- શૈક્ષણિક માધ્યમ: વિધાર્થીએ ધોરણ 11-12 માં વિજ્ઞાન (Science) લીધું હોવું જોઈએ.
- પરિવારની આવક: આ યોજનાનો લાભ લેવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.
- સંસ્થાઓ: આ લાભ ગુજરાત રાજ્યની સરકારી/અનુદાનિત અથવા માન્યતા પ્રાપ્ત શાળાના નિયમિત વિધાર્થીઓ માટે છે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટેની દસ્તાવેજો યાદી:
- ધોરણ 10ની માર્કશીટ (50% કે તેથી વધુ ગુણ સાથે)
- આધારકાર્ડ (વિધાર્થીનું અને માતાનું)
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (માતાનું એકાઉન્ટ)
- આધારકાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ.
- આવકનું પ્રમાણપત્ર: વાર્ષિક 6 લાખ અથવા તેનાથી ઓછી આવક હોવી જોઈએ.
- શાળાનુ આઈડી કાર્ડ અથવા બોનોફાઈડ સર્ટિ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
અરજી કઈ રીતે કરવી? :
- આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો વિધાલયના આચાર્ય પાસે જમા કરાવવાના હોય છે.
- SSA GUJARAT ના પોર્ટલ CTS માં નોંધણી કરેલ હોવી જોઈએ.
- દસ્તાવેજોની ચકાસણી: વિધાલયના આચાર્ય અને DEO દ્વારા દસ્તાવેજોની ઓનલાઈન ચકાસણી કરવામાં આવે છે.
- સબમિશન: વિદ્યાલય દ્વારા યોગ્યતા ધરાવતા વિધાર્થીનીઓની અરજી સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે.
- DBT દ્વારા ચૂકવણી: આ યોજના હેઠળ વિધાર્થીની અરજી મંજૂર થઈ જાય ત્યાર બાદ દર મહિને સીધી વિધાર્થીના માતાના ખાતામાં અથવા વિશેષ સંજોગોમાં વિધાર્થીના ખાતામાં DBT દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવે છે.
મહત્વની નોંધ: આ યોજનાનો લાભ લેવા માટે વિધાર્થીની હાજરી 80% હોવી જોઈએ, નહીતર આ યોજનાનો લાભ મળશે નહી..
