શાળાઓ અને સંસ્થાઓ માટે ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ પોર્ટલ પર ફોટા અપલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

 નમસ્કાર મિત્રો, આજે આપણે 'એક પેડ માઁ કે નામ 3.0' વિશે માહિતી મેળવીશું. એક પેડ માઁ કે નામ અભિયાન એ પર્યાવરણનું જતન કરવા માટે અને માતા પ્રત્યેના આદર સાથે જોડવા માટે ની એક રાષ્ટ્રીય ઝુંબેશ છે.

Ek Ped Ma ke Naam 3.0


એક પેડ માઁ કે નામ અભિયાનનો આ ત્રીજો તબક્કો છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વૃક્ષો વાવવાનો જ નથી, પણ તેનું જતન કરીને હરિયાળી વધારવાનો છે.

Join Whats App Group for Latest Update 

અભિયાનનો મુખ્ય હેતુ:

  • દેશના દરેક નાગરિકે પોતાની માતા સાથે અથવા પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવવું અને તે માટે દરેક નાગરિકને પ્રોત્સાહિત કરવાનો છે.
  • આ અભિયાનમાં બે માતાનું સન્માન થશે... જેમ કે એક આપણેને જન્મ આપનાર અને બીજી આપણું પાલન પોષણ કરનાર ધરતી માતાનું.....
  • જ્યારે કોઈ વ્યક્તિ માઁ ના નામે વૃક્ષ વાવે છે ત્યારે તેનું જતન કરવાની અને મોટું કરવાની એક ભાવનાત્મક જોડાણ વધે છે.

એક પેડ માઁ કે નામ 3.0નું મહત્વ:

માત્ર વૃક્ષ વાવવાનું નથી, પણ તેનું જતન કરવાનું છે. વાવેલો છોડ સુકાઈ ન જાય તે માટે તેની સંભાળ રાખવાની છે. આ માટે સંસ્થા અથવા સમુદાયની મદદ લેવાની છે.

Geo Tagging:

વ્યક્તિએ વાવેલ છોડનો મેરી લાઇફ પોર્ટલ પર Geo Tagging વાળા ફોટા અપલોડ કરવાના રહેશે.

જનભાગીદારી:

આ અભિયાન હેઠળ શાળા કોલેજો, NGO અને સામાન્ય નાગરિકોને જોડવા.

લીલોતરી વધારવી:

ગ્રામ સ્તરે માઁ વન કે માઁ વાટિકા બનાવીને ઉજ્જડ જમીનને લીલોતરી કરવી.

*એક પેડ માઁ કે નામ 3.0 ના સ્ટેપ્સ:*

  • - https://ecoclubs.education.gov.in/ લિંક પર ક્લિક કરો.
  • - જમણી બાજુ ઉપર login પર ક્લિક કરો.
  • - login પર ક્લિક કરશો એટલે તેમાં School login જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • - લોગીન માં શાળાનો Dise Code અને Password નાખીને Captcha લખો...
  • - ત્યાર બાદ શાળાનુ Dashboard દેખાશે.
  • - Dashboard માં ડાબી બાજુ Create Event ઓપ્શન માં જવાનું રહેશે.

1.Name of Event: Ek Ped Ma ke Naam 3.0 લખવું.

2. પોતાની શાળામાં Event કરી તેના વિશેનું વર્ણન લખવું.

3. Mission Life Theme માં Adopt Healthy lifestyle સિલેક્ટ કરવું.

4. Plantetion Drive સિલેક્ટ કરવું.

5. Physical સિલેક્ટ કરવું.

6. Action and awarness both સિલેક્ટ કરવું.

7. Number of Event માં 1 લખવું

8. ત્યાર બાદ event તારીખ લખવી

9. રાજ્ય

10. જિલ્લો

11. શહેર સિલેક્ટ કરવું

12. ત્યાર બાદ Submit આપવું.

હવે Event Managemant માં જવું

1. મેનુ માં પોતાની event દેખાશે... Ek Ped Ma ke Naam 3.0

2. જેમાં માહિતી માંગે એ રીતે દરેક ભરવી

3. Geotagged photos જ માન્ય રહશે... જેમાં Lattitude અને Longitude... આવે એવા ફોટા જ accept થશે...

4. ફોટાની સાઇઝ 10 MB કરતા ઓછી હોવી જોઈએ.

5. દરેક માહિતી ભરાઈ ગયા પછી Submit આપી દેવું....

Join Whats App Channel for Latest Update 

ઉપસંહાર: એક પેડ માઁ કે નામ 3.0 અંતર્ગત આ માહિતી આપવામાં આવી છે. તો દરેકને આ માહિતી ઉપયોગી થશે એવી હું આશા રાખું છું.

Post a Comment

Previous Post Next Post