SPIPA Entrance Exam 2026 /પ્રવેશ પ્રક્રિયા, લાયકાત અને મહત્વની તારીખો

 નમસ્કાર મિત્રો,યુ.પી.એસ.સી. દ્વારા લેવાતી સિવિલ સર્વિસીઝ પરીક્ષા માટે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ ગુજરાતના ઉમેદવારોને વિનામૂલ્યે તાલીમ આપે છે. જે અન્વયે યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2027(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ 2026-27ની પ્રવેશ પરીક્ષા 2026 માટે સ્પીપા દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

SPIPA Entrance Exam 2026


યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૭(IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગૃપ “A” કેન્દ્રીય સેવાઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેનો પ્રશિક્ષણવર્ગ 2027ની પ્રવેશ પરીક્ષા 2026 માટેની વિગત નીચે મુજબ છે.

Join Whats App Group for Latest Update 

સ્પીપા, અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના તાલીમ કેન્દ્રો ખાતે તાલીમકેન્દ્ર દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા (ફાળવેલ સંખ્યાબળની વિગત)નો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી, તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના અંતિમ પરીણામની સાથે પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.

જાહેરાત: SPIPA 2026 પ્રવેશ પરીક્ષા.

મહત્વની તારીખો: 

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 07/08/2026

ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 05/09/2026

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા

કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સીટી/ ડીમ્ડ યુનિવર્સીટીમાંથી સ્નાતક થયેલ હોવા જોઇએ.

જે ઉમેદવારો સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તે પણ અરજી કરી શકશે.

 (સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય અને ઓનલાઇન અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમયે સ્નાતક અંગેના યોગ્ય પુરાવા જેવા કે ડિગ્રી સર્ટિફિકેટ/અંતિમ સેમેસ્ટરની માર્કશીટ રજૂ કરવાની રહેશે. તેવા ઉમેદવારોનો પ્રવેશ સંબંધિત સંસ્થાનો નિર્ણય આખરી રહેશે.)

નોંધ: જે ઉમેદવારો સ્નાતક કક્ષાના અંતિમ સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઇન અરજી કરતી વખતે "Yet to appear for last semester of Graduation, Exam/Result awaited" સિલેક્ટ કરવું અને સ્નાતક કક્ષાની વિગત ભરતી વખતે Percentage, No. Of Trials & Last Trial Seat No. માં 0 (શૂન્ય) લખવું અને Class માં Not Applicable (NA) પસંદ કરવું.

રાષ્ટ્રીયતા:

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ.

આ તાલીમમાં જે ઉમેદવારોની માતૃભાષા ગુજરાતી હોય અથવા જે ઉમેદવારોએ માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરી હોય અથવા સ્નાતક કક્ષાની પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય અથવા ગુજરાતમાં પાંચ વર્ષનો વસવાટ કરેલ હોય અને હાલ ગુજરાતમાં સ્થાયી હોય તેવા ઉમેદવારો આ તાલીમવર્ગમાં દાખલ થવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષામાં અરજી કરી શકશે.

વયમર્યાદા: (તા.૦૧/૦૮/૨૦૨૭ ની સ્થિતિએ)

  • ઓછામાં ઓછા ૨૧ વર્ષ અને વધુમાં વધુ ૩૨ વર્ષ સુધી.
  • બિનઅનામત (General Category) અને તેના વર્ગ (Economically Weaker Section) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.
  • સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગ (SEBC) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  • માજી સૈનિક ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
  • દિવ્યાંગ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ ઉપરાંત વધુમાં વધુ દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
પરીક્ષા ફી:
સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂપિયા 500/-

અનુ.જાતિ, અનુ.જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક ઉમેદવારો માટે રૂપિયા 200/-

પ્રવેશ પરીક્ષા:

સ્પીપાની પ્રવેશ પરીક્ષા એક તબક્કા (હેતુલક્ષી પ્રકાર) માં લેવામાં આવશે.

હેતુલક્ષી પરીક્ષાનુ માળખુ નીચે મુજબ રહેશે:

પરીક્ષા તારીખ 

સમય 

વિષય 

કુલ પ્રશ્નો 

પ્રતિ પ્રશ્ન દીઠ ગુણ 

ગુણ 

27-09-26 (રવિવાર)

11.00 થી 13.00

પેપર 1 General Studies 

100

2

200

14.00 થી 16.00

પેપર 2 General Studies 2/CSAT 

80

2.5

200



કુલ ગુણ 



400


SPIPA નોટિફિકેશન ડાઉનલોડ કરો : Click Here 

SPIPA ઓનલાઈન અરજી માટે: Click Here 




Post a Comment

Previous Post Next Post