નમસ્કાર મિત્રો,ભારત સરકારના શિક્ષા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દેશની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ(સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી તેમજ અન્ય તમામ પ્રકારની) માટે "Swachh Evam Harit Vidyalaya Rating (SHVR) 2026-27” કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
ભારત સરકારના શિક્ષણ વિભાગનો આ ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓને clean, green, inclusive, safe, and sustainable learning environments થી અવગત કરવાનો છે.
Join Whats App Group for Latest Update
NEP-2020માં દર્શાવ્યા મુજબ behavioural transformation, environmental sustainability, and climate resilience જેવી વિવિધ બાબતોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરેલ છે. આ કાર્યક્રમમાં પાણી, શૌચાલય, સાબુ સાથે હાથ ધોવા, કામગીરી અને જાળવણી, વર્તન પરિવર્તન અને ક્ષમતાવિકાસ તેમજ Mission LiFE પ્રવૃત્તિઓ (energy conservation, recycling, eco-club) વગેરે જેવા મુખ્ય ૬(છ) ઘટકોનો સમાવેશ કરવામાં આવેલ છે.
SHVR 2026-27 કાર્યક્રમમાં રાજ્યની યુ-ડાયસ પ્લસ ધરાવતી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ(સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી તેમજ અન્ય તમામ પ્રકારની) જોડાઈ શકશે. આ કાર્યક્રમમાં શાળાઓ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન અને સ્વ-મૂલ્યાંકન કરવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગના વેબપોર્ટલ https://shvr.education.gov.in અથવા Swachh Evam Harit Vidyalay Rating 2026-27 એપ મારફત તા-01/08/2026થી શાળાના યુ-ડાયસ પ્લસ કોડથી લોગીન કરી શાળાએ પોતાની માહિતી ભરવાની રહેશે. ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું રજીસ્ટ્રેશન અને સ્વ-મૂલ્યાંકન કરવાની માટેની મુદ્દત સંભવિત તા-30/09/2026 સુધી રાખવામાં આવેલ છે.
મહત્વની તારીખો : 01/08/2026 થી 30/09/2026
SHVR 2026–27 કાર્યક્રમ અંતર્ગત શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન કરવા માટે કુલ 60 પ્રશ્નો નક્કી કરવામાં આવેલ છે. જેમાં કુલ 6(છ) કેટેગરીના વિવિધ પ્રશ્નોની માહિતી આધારિત કુલ 120 જેટલો સ્કોર(ગુણ) નક્કી કરવામાં આવેલ છે.
સ્કોર આવશે તેના ઉપર ⭐ નક્કી કરવામાં આવશે.
પસંદ થયેલ શાળાઓને કેટેગરી મુજબ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં પણ આવશે. શાળાઓ દ્વારા થયેલ સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયાનું જિલ્લા સ્તરે, રાજ્ય કક્ષાની કમિટી દ્વારા તેમજ રાષ્ટ્રીય કક્ષાએથી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે.
શાળાઓ દ્વારા રજીસ્ટ્રેશન અને સ્વ-મૂલ્યાંકન કરવા માટેની સંપૂર્ણ સમજ માટેની માર્ગદર્શિકા(PDF) આ સાથે સામેલ છે. SHVR 2026–27 કાર્યક્રમ અંગેના બ્રોશર, તેમજ સહિતની તમામ પ્રકારની માહિતી https://shvr.education.gov.in/resources પોર્ટલ પર ઉપલબ્ધ છે.
ઉક્ત બાબત ધ્યાને લઇ આપના જિલ્લાની યુ-ડાયસ પ્લસ ધરાવતી તમામ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને (સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી તેમજ અન્ય તમામ) "Swachh Evam Harit Vidyalaya Rating (SHVR) 2026-27" કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે.
SHVR 2026-27 પરિપત્ર ડાઉનલોડ કરો: Click Here
SHVR માર્ગદર્શિકા ડાઉનલોડ કરો: Click Here
SHVR વેબસાઇટ લોગીન કરો: Click Here
SHVR APP ડાઉનલોડ કરો: Click Here
