મ.શિક્ષક ,મ.શિ.નિ. કેનિ વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા-જાહેરનામુ 2026

 મ.શિક્ષક ,મ.શિ.નિ. કેનિ વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા-જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

ખાતાકીય પરીક્ષા (વર્ગ-૩) – ૨૦૨૬

મ.શિક્ષક ,મ.શિ.નિ. કેનિ વર્ગ-૩ ખાતાકીય પરીક્ષા-જાહેરનામુ 2026


૧. પરીક્ષાનું નામ :

શિક્ષણ વિભાગની વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં:

  • મદદનીશ શિક્ષણ નિરીક્ષક
  • મદદનીશ શિક્ષક
  • પંચાયત સંવર્ગના મદદનીશ જિલ્લા શિક્ષણ નિરીક્ષક
  • વિસ્તરણ અધિકારી (શિક્ષણ)
  • કેળવણી નિરીક્ષક વર્ગ-૩

માટે ખાતાકીય પરીક્ષા લેવામાં આવનાર છે.

૨. પરીક્ષાની તારીખ :

૨૮ અને ૨૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ ખાતાકીય પરીક્ષા લેવામાં આવશે.

૩. ઓનલાઈન આવેદનપત્ર ભરવાની તારીખ :

તા. ૨૪/૦૯/૨૦૨૬ થી તા. ૦૩/૧૦/૨૦૨૬ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે.

૪. આવેદનપત્ર મોકલવાની અંતિમ તારીખ :

  • સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મારફતે — તા. ૦૫/૧૦/૨૦૨૬ સુધી
  • સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી મારફતે — તા. ૧૦/૧૦/૨૦૨૬ સુધી
  • રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર ખાતે પહોંચાડવાની અંતિમ તારીખ — તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધી

૫. પરીક્ષા કેન્દ્ર :

પરીક્ષા કેન્દ્ર ગાંધીનગર/અમદાવાદ ખાતે રાખવામાં આવશે.

૬. ઉમેદવારો માટે અગત્યની સૂચનાઓ :

  1. ઉમેદવારે સીધું રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલેલું ફોર્મ રદ ગણાશે.
  2. ઉમેદવારનો જે તે સંવર્ગમાં પૂરા પગારમાં સમાવેશ થયેલો હોવો જોઈએ.
  3. નિયત સમયમર્યાદામાં આવેદનપત્ર સંબંધિત અધિકારીને મોકલવાનું રહેશે.
  4. આવેદનપત્ર પર કચેરીના વડાની સહી-સિક્કા કરાવવાના રહેશે.
  5. પરીક્ષાનો અભ્યાસક્રમ શિક્ષણ વિભાગના તા. ૨૧/૧૨/૨૦૧૨ના જાહેરનામાના Appendix-A મુજબ રહેશે.
  6. પરીક્ષામાં સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તકોનો ઉપયોગ કરી શકાશે.
  7. સરકારી પુસ્તકોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ સાથે રાખી શકાશે.
  8. ખાનગી પ્રકાશનોનાં પુસ્તકો/સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરી શકાશે નહીં.
  9. પુસ્તકોની વ્યવસ્થા ઉમેદવારે પોતાની જાતે કરવાની રહેશે.
  10. પરીક્ષા ફી ભર્યા બાદ કોઈપણ સંજોગોમાં ફી પરત કરવામાં આવશે નહીં.
  11. ફોર્મમાં પરીક્ષાની અગાઉની તમામ તકોની વિગતો અચૂક દર્શાવવાની રહેશે.
  12. પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોએ રાઇટરની મંજૂરી કચેરીના વડા પાસેથી મેળવવાની રહેશે.

૭. કચેરીના વડા/ખાતાના વડા માટે સૂચનાઓ :

  1. જાહેરનામાની જાણ તમામ સંબંધિત કર્મચારીઓને કરવાની રહેશે.
  2. આવેદનપત્રમાં જરૂરી સહી-સિક્કા કરીને જ આગળ મોકલવાનું રહેશે.
  3. ઉમેદવાર પરીક્ષા આપવા માટે ખરેખર પાત્ર છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે.
  4. જરૂરી આધારો સાથે આવેદનપત્રો સમયમર્યાદામાં બોર્ડને મોકલવાના રહેશે.
  5. સમયમર્યાદા બાદ આવેલાં આવેદનપત્રો સ્વીકારવાના રહેશે નહીં.
  6. પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારને રાઇટરની મંજૂરી કચેરીના વડાએ આપવાની રહેશે.

૮. પાસ થવાનું ધોરણ :

  • દરેક પેપરમાં ૫૦% ગુણ મેળવવા ફરજિયાત છે.

  • કોઈ એક વિષયમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને તે વિષય પૂરતી મુક્તિ મળશે.
  • કોઈ એક વિષયમાં ૫૦% કરતાં ઓછા ગુણને કારણે નાપાસ થતું હોય તો, નિર્ધારિત શરતોને આધીન રહીને મહત્તમ ૫ કૃપા ગુણ આપી શકાય છે.

૯. રીપીટર ઉમેદવારો માટે :

  • અગાઉની પરીક્ષામાં કોઈ વિષય/પેપરમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તો તે વિષય/પેપરમાં આગળની પરીક્ષા માટે મુક્તિ મળવાપાત્ર રહેશે.
  • મુક્તિ મેળવવા માટે અગાઉની પ્રમાણિત માર્કશીટની નકલ અરજી સાથે જોડવાની રહેશે.
  • ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મુક્તિનો ઉલ્લેખ કરવાનો રહેશે.
  • અરજી ભર્યા પછી મુક્તિ અંગેની રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

૧૦. પરીક્ષાની તકો :

સામાન્ય ઉમેદવારે નિમણૂકની તારીખથી ૩ વર્ષ અથવા ૩ તકો, જે પહેલાં આવે તેમાં પરીક્ષા પાસ કરવાની રહેશે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ૪ તકો/૪ વર્ષની જોગવાઈ છે.

નિયત સમયમર્યાદા અને તકોમાં પરીક્ષા પાસ ન થાય તો નિયમ મુજબ પરીક્ષા ફી ભરવાની રહેશે.

૧૧. પરીક્ષાનું માધ્યમ :

દરેક પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે.

૧૨. પ્રશ્નપત્રનું માળખું :

  • પ્રશ્નપત્ર બહુવૈકલ્પિક (MCQ) પ્રકારનું રહેશે.
  • દરેક પેપરમાં ૧૦૦ પ્રશ્નો રહેશે.
  • દરેક પ્રશ્ન ૧ ગુણનો રહેશે.
  • કુલ ૧૦૦ ગુણનું પ્રશ્નપત્ર રહેશે.
  • ઉત્તરવહીમાં સાચા વિકલ્પને ગોળ કરવાનો રહેશે.
  • ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.
  • પરીક્ષા ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવશે.

૧૩. પરીક્ષાનો કાર્યક્રમ :

ક્રમ 

પ્રશ્નપત્ર 

તારીખ 

સમય 

ગુણ 

1

પેપર 1 સેવાપ્રથા 

28/11/2026

10.00 થી 1.00

100

2

પેપર 2 હિસાબીપ્રથા 

28/11/2026

3.00 થી 6.00

100

3

પેપર-૩: શિક્ષણ ખાતાના નિયમો અને ધારાધોરણો તથા યોજનાઓ

29/11/2026

10.00 થી 1.00

100

4

પેપર 4 પ્રકીર્ણ 

29/11/2026

3.00 થી 6.00

100



૧૪. અરજી સાથે જોડવાના જરૂરી આધારો :

ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે નીચેના દસ્તાવેજો જોડવાના રહેશે:

  • ઓનલાઈન ભરેલ અરજીપત્રક, કચેરીના વડાની સહી-સિક્કા સાથે.

  • પરીક્ષા ફીનો ડી.ડી. — લાગુ પડતું હોય તો.
  • અગાઉના તમામ પ્રયત્નોની માર્કશીટ/પરિણામની પ્રમાણિત નકલ.
  • ઉમેદવારનો પૂરા પગારમાં સમાવેશ થયાનો કચેરી આદેશ.
  • વય અથવા નોકરીની મર્યાદામાં છૂટછાટ મેળવેલ હોય તો સક્ષમ સત્તાધિકારીના હુકમની નકલ.

૧૫. ઓનલાઈન અરજી અંગે :

  • અરજી તા. ૨૪/૦૯/૨૦૨૬ના બપોરે ૩:૦૦ કલાકથી તા. ૦૩/૧૦/૨૦૨૬ના રાત્રે ૧૧:૫૯ કલાક સુધી કરી શકાશે.
  • સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • ઓનલાઈન અરજી દરમિયાન Application Number મેળવવાનો રહેશે.
  • Photo અને Signature અપલોડ કરવાના રહેશે.
  • અરજી Confirm કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવાની રહેશે.
  • છેલ્લે Confirm થયેલી અરજી જ માન્ય ગણાશે.
  • અરજીની પ્રિન્ટ જરૂરી પ્રમાણપત્રો સાથે કચેરીના વડા/ખાતાના વડા મારફતે મોકલવાની રહેશે.

૧૬. ૨૬/૦૮/૨૦૨૨ના ઠરાવ મુજબ મહત્વની જોગવાઈ :

ખાતાકીય પરીક્ષામાં કોઈ એક વિષયમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને તે વિષયમાંથી મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

જો ઉમેદવાર માત્ર એક વિષયમાં ૫૦%થી ઓછા ગુણ મેળવે અને અન્ય તમામ વિષયોમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવે, તો તે એક વિષયમાં વધુમાં વધુ ૫ કૃપા ગુણ આપી પાસ જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

૧૭. ૧૯/૧૦/૨૦૨૨ના સુધારા ઠરાવની ખાસ નોંધ :

૧૯/૧૦/૨૦૨૨ના સુધારા ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક જ વિષય/પેપરમાં ૫૦ ગુણ/૫૦%થી ઓછા ગુણ હોય અને અન્ય તમામ વિષય/પેપરમાં ૫૦ ગુણ/૫૦% કે તેથી વધુ ગુણ હોય, તો માત્ર તે એક વિષય/પેપરમાં વધુમાં વધુ ૫ કૃપા ગુણ આપી ઉમેદવારને પાસ જાહેર કરી શકાય છે. અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.

નોંધ: PDFના પાનાં ૬થી ૧૩માં મૂળ ૨૦૧૨ના ખાતાકીય પરીક્ષા નિયમો, અભ્યાસક્રમ (Appendix-A) અને અરજીનું ફોર્મ પણ સામેલ છે. તેમાં ચારેય પેપરના વિગતવાર અભ્યાસક્રમની જોગવાઈ છે.


Download Notification 

Click Here To Apply 

Post a Comment

Previous Post Next Post